Exodus 19:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે મૂસાએ યહોવાહને કહ્યું, "લોકો સિનાઈ પર્વત પાસે આવી શકશે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી છે કે, પર્વતની ચારેબાજુ હદ નિયત કરજો કે લોકો તેને ઓળંગીને પવિત્ર મેદાનમાં આવે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ પ્રભુને કહ્યું, “લોકો પર્વત પાસે આવી શકે તેમ નથી. કારણ, તમે અમને પર્વતની ચારે બાજુએ સીમા ઠરાવી તેને પવિત્ર રાખવા આજ્ઞા આપી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ યહોવાને કહ્યું, “લોકો સિનાઈ પર્વત પાસે આવી શકતા નથી; કેમ કે તમે અમને એવી આજ્ઞા આપી હતી, કે પર્વતની ચોગરદમ હદ ઠરાવો, ને તેને પવિત્ર રાખો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે મૂસાએ યહોવાને કહ્યું, “લોકો સિનાઈ પર્વત ઉપર આવી શકે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી હતી કે, પર્વતની ચારે બાજૂ હદ બાંધી લેજો અને લોકો તેને પાર કરી પવિત્ર મેદાનમાં ન આવે.”