Exodus 2:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે મિદ્યાનના યાજકની સાત દીકરીઓ ત્યાં આવી. અને પોતાના પિતાનાં ઘેટાંબકરાંને પાણી પીવડાવવા માટે કૂવામાંથી પાણી ખેંચીને હોજ ભરવા લાગી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એવામાં મિદ્યાનના યજ્ઞકારની સાત પુત્રીઓ ત્યાં આવી. તેમણે પોતાના પિતાના ઘેટાંબકરાંને પીવડાવવા પાણી ખેંચીને હવાડા ભર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે મિદ્યાનના યાજકને સાત પુત્રીઓ હતી. અને તેઓએ આવીને તેમના પિતાના ટોળાને પાવા માટે પાણી કાઢીને હવાડા ભર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે મિધાનના યાજકની સાત પુત્રીઓ ત્યાં આવી. અને પોતાના બાપનાં ઘેટાંબકરાને પાણી પીવડાવવા માંટે કૂવામાંથી પાણી ખેંચીને હવાડા ભરવા લાગી.