Exodus 2:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના કુટુંબમાં એક દીકરો જનમ્યો. મૂસાએ તેનું નામ ગેર્શોમ (એટલે વિદેશી) પાડ્યું. કેમ કે તે વખતે મૂસા વિદેશમાં મુસાફર હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિપ્પોરાને એક પુત્ર જન્મ્યો. “હું પરદેશમાં પ્રવાસી છું.” એમ કહીને મોશેએ તેનું નામ ગેર્શોમ (પરદેશી) પાડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેને પેટે પુત્રનો પ્રસવ થયો, ને તેણે તેનું નામ ગેર્શોમ પાડયું; કેમ કે તેણે કહ્યું, “હું પરદેશમાં પ્રવાસી છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મૂસાએ ગેર્શોમ એટલા માંટે પાડયું કે, મૂસા બીજાનાં દેશમાં અજાણ્યો હતો.