Exodus 2:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેટલાંક વર્ષો વીતી ગયા પછી મિસરનો રાજા મૃત્યુ પામ્યો. ઇઝરાયલીઓ ગુલામીમાં પિડાતા હતા. તેઓ આક્રંદ કરીને મદદ માટે પ્રભુને પોકાર કરતા હતા. તેઓનો વિલાપ અને પ્રાર્થના પ્રભુએ સાંભળી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘણાં વરસો પછી ઇજિપ્તનો રાજા મૃત્યુ પામ્યો. ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા અને મદદને માટે વિલાપ કરતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસરનો રાજા મરી ગયો. અને ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા ને વિલાપ કરતા હતા, ને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે ઘણો સમય પસાર થયા પછી મિસરના રાજાનું અવસાન થયું. ઇસ્રાએલીઓ ગુલામીમાં પીડાતા હતા. તેઓ આક્રદ કરીને મદદ માંટે પોકાર કરતા હતા તેથી ગુલામીમાંથી કરેલો એ પોકાર દેવ સુધી પહોંચ્યો.