Exodus 2:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમજી ગઈ કે, આ કોઈ હિબ્રૂનો જ છોકરો છે, પછી તે છોકરાની બહેન ફારુનની દીકરીની પાસે આવી. તેને કહ્યું, "હું જઈને કોઈ હિબ્રૂ સ્ત્રીને બોલાવી લાવું? તે આ છોકરાને સાચવે અને તેના લાલનપાલનમાં તમારી મદદ કરે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે છોકરાની બહેને ફેરોની પુત્રીને કહ્યું, “આ છોકરાની સંભાળ લેવા હું કોઈ હિબ્રૂ ધાવને બોલાવી લાવું? તે તમારે માટે આને ધવડાવીને ઉછેરશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેની બહેને ફારુનની પુત્રીને કહ્યું, “તમારે માટે બાળકને ધવડાવવા માટે હિબ્રૂ સ્‍ત્રીઓમાંથી એક ધાવને તમારી પાસે બોલાવી લાવું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેને કહ્યું, “આ કોઈ હિબ્રૂનું બાળક હોવું જોઈએ. પછી તે બાળકની બહેને ફારુનની દીકરીને કહ્યું, હું જઈને કોઈ હિબ્રૂ ઘાવને બોલાવી લાવું જે બાળકની સાચવણી કરે અને તેના લાલનપાલન કરવા માંટે તમાંરી મદદ કરે?”