Exodus 2:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુનની દીકરીએ તેને કહ્યું, "આ નાના છોકરાને લઈ જા અને મારા વતી તેને સંભાળીને સ્તનપાન કરાવજે. તે બદલ હું તને સારું વેતન આપીશ." તેથી સ્ત્રી તેના છોકરાને લઈ ગઈ અને તેનું લાલનપાલન કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ફેરોની પુત્રીએ તે સ્ત્રીને કહ્યું, “આ છોકરાને લઈ જા. તેને મારા તરફથી ધવડાવીને ઉછેરજે અને હું તને તે માટે પગાર આપીશ.” તેથી તે સ્ત્રી તે છોકરાને લઈ ગઈ અને તેને ધવડાવીને ઉછેર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જઈને મારે માટે તેને ધવડાવ, ને હું તને તે બદલ પગાર આપીશ.” અને તે સ્ત્રીએ બાળકને લઈ જઈને તેને ધવડાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કુવરીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જા અને માંરા વતી તેની સાચવણી કર અને તેને ઘવડાવ. હું તને તે બદલ પગાર આપીશ.” તેથી સ્ત્રી તેનું બાળક લઈ ગઈ અને તેની સાચવણી કરી.