Exodus 20:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
છ દિવસમાં મેં યહોવાહે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમામ વસ્તુઓ ઉત્પન્ન કરી હતી અને સાતમે દિવસે મેં વિશ્રામ કર્યો હતો, તેથી મેં યહોવાહે વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં પ્રભુએ છ દિવસમાં પૃથ્વી, આકાશ, સમુદ્ર તથા તેમાંનું સર્વસ્વ બનાવ્યું; પરંતુ સાતમે દિવસે મેં આરામ કર્યો. મેં પ્રભુએ સાબ્બાથદિનને આશિષ આપીને પવિત્ર ઠરાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્‍ન કર્યા, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યા; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમાંમ વસ્તુઓ બનાવી હતી અને સાતમે દિવસે વિશ્રામ કર્યો હતો, તેથી યહોવાએ વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.