Exodus 20:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓએ મૂસાને કહ્યું, "અમારી સાથે તું જ બોલ, તો અમે સાંભળીશું, પણ યહોવા અમારી સાથે બોલે નહિ. જો તે બોલશે તો અમે બધા મરી જઈશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મોશેને કહ્યું, “જો તું અમારી સાથે વાત કરશે તો અમે તારું સાંભળીશું, પરંતુ ઈશ્વર પોતે અમારી સાથે સીધા વાત ન કરે, નહિ તો અમે ચોક્કસ માર્યા જઈશું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ મૂસાને કહ્યું, “તું અમારી સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર અમારી સાથે ન બોલે રખેને અમે માર્યા જઈએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેઓએ મૂસાને કહ્યું, “અમાંરી સાથે તમે જ બોલો, તો અમે સાંભળીશું, પણ દેવ અમાંરી સાથે ન બોલે. નહિ તો અમે બધા મરી જઈશું.”