Exodus 21:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ માણસો લડતા-ઝઘડતા હોય ત્યારે તેમાંનો કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે સ્ત્રી તેના બાળકને પૂરા સમય પહેલાં જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માગે તેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાણે ઈજા પહોંચાડનારે આપવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“માણસો લડતા હોય ત્યારે કોઈ ગર્ભવતી સ્ત્રીને ઇજા થવાથી ગર્ભપાત થઈ જાય, પરંતુ તે સ્ત્રીને બીજી કોઈ ઇજા ન થાય તો તે સ્ત્રીનો પતિ ઠરાવે અને ન્યાયાધીશો તેને મંજૂરી આપે તેટલી નુક્સાની ઇજા પહોંચાડનાર વ્યક્તિ ભરી આપે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો માણસો એકબીજા સાથે લડતાં કોઈ ગર્ભપાત નીપજે, પણ પાછળથી બીજું કંઈ નુકશાન ન થાય; તો તે સ્ત્રીનો ધણી તેને માથે ઠરાવે એટલો દંડ તેને આપવો પડશે; અને ન્યાયાધીશો ઠરાવે તે પ્રમાણે તે આપે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ માંણસો લડતાં-ઝઘડતાં હોય ત્યારે કોઈ માંણસ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે તેના બાળકને સમય પહેલા જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માંગે તેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાંણે આપવો.