Exodus 21:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કદાચ અગાઉ તેનાં લગ્ન થયેલાં ના હોય અને ગુલામી અવસ્થા દરમિયાન જો તેનો માલિક તેનાં લગ્ન કરાવી આપે અને તેની સાથે પત્ની, પુત્ર અને પુત્રીઓનો વધારો થાય તો પણ તે એકલો જ છૂટો થાય. પરંતુ સ્ત્રી તથા બાળકો તો માલિકનાં થાય."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તેના માલિકે તેને પત્ની કરાવી આપી હોય અને એ પત્નીથી તેને પુત્રો કે પુત્રીઓ થયાં હોય તો તે સ્ત્રી તથા તેના બાળકો માલિકનાં છે, તેથી તે દાસ એકલો જ છૂટો થાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તેના શેઠે તેને પત્ની કરાવી આપી હોય, ને જો તેને પેટે તેને પુત્રો કે પુત્રીઓ થયાં હોય; તો તે સ્‍ત્રી તથા તેનાં છોકરાં તેના શેઠનાં થાય, ને પેલો એકલો છૂટે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કદાચ તે અવિવાહિત હશે તો ધણી તેને પત્ની આપી શકશે. અને જો તે પત્ની, પુત્ર કે પુત્રીઓને જન્મ આપશે, તો તે સ્ત્રી તથા તેનાં બાળકો તેના ધણીનાં ગણાશે. અને તે એકલો છૂટો થાય.