Exodus 22:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો પછી તે માણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા પહોંચાડી નથી. તેણે યહોવાહના સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના માલિકે એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો તે માણસ પવિત્રસ્થાનમાં ઈશ્વર સમક્ષ જાય અને શપથ લે કે તેણે પેલા માણસનું ઢોર ચોર્યું નથી. જો ઢોર ચોરાયું ન હોય તો માલિક તેનું નુક્સાન સ્વીકારી લે અને પેલા માણસે તેને ભરપાઈ કરવાની જરૂર નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો તે બન્ને માણસ યહોવાના સમ ખાય, કે મેં મારા પડોશીની વસ્તુને હાથ અડકાડયો નથી; એટલે તેનો માલિક તે કબૂલ રાખે, ને પડોશી નુકસાની ભરી આપે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો પછી તે માંણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા નથી પહોચાડી. તેણે યહોવાને સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના ધણીએ એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.