Exodus 22:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારણ કે એ એનું એકમાત્ર ઓઢવા-પાથરવાનું છે. તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, તેની પાસે એક જ વસ્ત્ર છે. એ જ વસ્ત્ર તે પહેરે છે અને એ જ તે ઓઢે છે. તેની પાસે ઓઢીને સૂવાનું બીજું વસ્ત્ર જ કયાં છે? તેથી જ્યારે તે મને મદદને માટે પોકાર કરે ત્યારે હું તેનું સાંભળીશ. કારણ, હું કૃપાળુ છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તેને ઓઢવાનું તે એટલું એ જ છે, ને તે તેનું અંગ ઢાંકવાનું વસ્ત્ર છે, તે બીજું શું ઓઢીને સૂએ? અને તે મને પોકારશે તો એમ થશે કે હું તેનું સાંભળીશ; કેમ કે હું કૃપાળુ છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે એ એકમાંત્ર એનું પાગરણ છે. તેથી તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું.