Exodus 22:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારાં બળદો અને ઘેટાંના પ્રથમજનિત મને આપવાં. સાત દિવસ સુધી તે ભલે પોતાની માતાની સાથે રહે. આઠમે દિવસે તમારે તે મને આપી દેવાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારાં ઢોર અને તમારાં ઘેટાંના પ્રથમજનિત બચ્ચાંનું મને અર્પણ કરો. પ્રથમજનિત નર સાત દિવસ સુધી પોતાની મા સાથે રહે, પરંતુ આઠમે દિવસે તમે મને તેમનું અર્પણ કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા બળદ તથા તારાં ઘેટાં વિષે પણ તું એમ જ કર. સાત દિવસ તે પોતાની માતાની સાથે રહે, આઠમે દિવસે તે તું મને આપ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરાં બળદો અને ઘેટાનું પ્રથમ જનિત મને આપવું. સાત દિવસ ભલે તે પોતાની માંતાની સાથે રહે. આઠમે દિવસે તમાંરે તે મને આપી દેવો.