Exodus 22:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ માણસ પોતાનાં જાનવર ખેતરમાં કે દ્રાક્ષની વાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાના ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ પોતાનું ઢોર બીજા કોઈના ખેતરમાં અથવા દ્રાક્ષવાડીમાં છૂટું મૂકે અને તે ઢોર તેની ઊપજ ખાઈ જાય તો ઢોરનો માલિક પોતાના ખેતર અથવા દ્રાક્ષવાડીની સૌથી ઉત્તમ પેદાશમાંથી નુક્સાની ભરી આપે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કોઈ માણસ કોઈ ખેતર કે દ્રાક્ષાવાડી ભેલાડી દે, એટલે તેમાં પોતાનું ઢોર છૂટું મૂકે ને તે બીજાનું ખેતર ચરી ખાય; તો તે પોતાના ખેતરની ઉત્તમ પેદાશમાંથી તથા પોતાની દ્રાક્ષાવાડીની ઉત્તમ ઊપજમાંથી સામાને નુકસાની ભરી આપે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ વ્યક્તિ પોતાનાં ઢોર ખેતરમાં કે દ્રાક્ષની વાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાનાં ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી.