Exodus 22:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ માણસ પોતાના ખેતરમાં કાંટા-ઝાંખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેનો પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરેપૂરું નુકસાન ભરપાઈ કરી આપવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ પોતાના ખેતરમાં આગ સળગાવે અને તે આગ બીજાના ખેતરમાં ફેલાય અને તેનો ઊભો પાક, કાપેલો પાક અથવા સંગ્રહ કરેલા પૂળા બળી જાય તો આગ સળગાવનાર તે નુક્સાની ભરી આપે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો આગ સળગી ઊઠીને ઝાંખરાંને ઝડપે, ને તેથી કોઈના અનાજના ઓઘા, અથવા ઊભો પાક, અથવા ખેતર બળી જાય; તો આગ સળગાવનાર નક્કી નુકસાની ભરી આપે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં કાંટા-ઝાખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેના પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરું નુકસાન ભરપાઈ કરી આપવું.