Exodus 23:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે છ દિવસ કામ કરવું પણ સાતમે દિવસે વિશ્રામ કરવો, જેથી તમારા બળદને અને ગધેડાને પણ આરામ મળે. અને તમારા ઘરમાં કામ કરતા દાસ-દાસી અને પરદેશી પણ વિશ્રામ પામીને તાજગી અનુભવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમે સપ્તાહના છ દિવસ કામ કરો, પરંતુ સાતમે દિવસે કંઈ કામ કરશો નહિ; એ માટે કે તમારે માટે કામ કરતાં દાસદાસીઓ તથા પરદેશીઓને તથા તમારાં ઢોરઢાંકને આરામ મળે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
છ દિવસ તું તારું કામ કર, ને સાતમે દિવસે વિશ્રામ લે; કે તારા બળદને તથા તારા ગધેડાને વિસામો મળે, ને તારી દાસીનો દીકરો તથા પરદેશી વિશ્રામ લે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરે છ દિવસ કામ કરવું પણ સાતમે દિવસે વિશ્રામ કરવો, જેથી તમાંરા બળદને અને ગધેડાને આરામ મળે અને તમાંરા ઘરમાં કામ કરતા દાસ-દાસી અને પરદેશી આરામ કરીને તાજા થાય.