Exodus 23:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે મારા બલિદાનનું રક્ત ખમીરવાળી રોટલી સાથે ધરાવવું નહિ તેમ જ પર્વની ચરબી સવાર સુધી રાખી મૂકવી નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જ્યારે તમે મને પ્રાણીનું બલિદાન ચડાવો ત્યારે તેની સાથે ખમીરવાળી રોટલીનું અર્પણ કરશો નહિ. આ પર્વો દરમ્યાન મને ચડાવવામાં આવતાં પ્રાણીઓની ચરબી બીજા દિવસની સવાર સુધી રાખી મૂકશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા યજ્ઞનું રક્ત તું ખમીરી રોટલી સહિત અર્પણ કરીશ નહિ; તેમ જ મારા પર્વનો મેદ તું આખી રાત સવાર સુધી રહેવા ન દઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરે માંરા યજ્ઞનું લોહી ખમીરવાળી રોટલી સાથે ધરાવવું નહિ તેમજ માંરા પર્વની ચરબી સવાર સુધી રાખી મૂકવી નહિ.