Exodus 23:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જૂઠા આક્ષેપો કરવા નહિ, નિર્દોષ અને ન્યાયીને મૃત્યુની સજા કરવી નહિ. નિર્દોષ માણસને મારી નાખનાર ખરાબ માણસને હું નિર્દોષ નહિ માનું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે જૂઠાં તહોમત મૂકીને નિર્દોષ વ્યક્તિને મારી નંખાવશો નહિ. કારણ, એવું દુષ્ટ કાર્ય કરનારને હું સજા કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જૂઠી બાબતથી દૂર રહે; અને નિર્દોષને તથા ન્યાયીને તું મારી ન નાખ; કેમ કે હું દુષ્ટને ન્યાયી ઠરાવીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જૂઠા આક્ષેપો કરવા નહિ, તથા નિર્દોષ અને ન્યાયીને મૃત્યુદંડની સજા કરવી નહિ. હું નિર્દોષ માંણસ ને માંરી નાખે તેવા ખરાબ માંણસને નિર્દોષ નહિ માંનું.