Exodus 24:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મૂસાને કહ્યું, "તું મારી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાપાટીઓ ઉપર નિયમો અને આજ્ઞાઓ લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશેને કહ્યું, “તું મારી પાસે પર્વતના શિખર પર આવ. તું ત્યાં ઊભો હોઈશ ત્યારે હું તને બે શિલાપાટીઓ આપીશ. લોકોને શિક્ષણ માટે આ શિલાપાટીઓ પર મેં નિયમો તથા આજ્ઞાઓ લખેલાં છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મૂસાને કહ્યું, “તું પર્વત પર મારી પાસે આવ, ને ત્યાં ઊભો રહે. અને શિલાપાટીઓ તથા નિયમ તથા જે આજ્ઞા મેં લખી છે, તે હું તને આપીશ, એ માટે કે તું તે લોકોને શીખવે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મૂસાને કહ્યું, “તું માંરી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાઓ ઉપર નિયમો અને આજ્ઞાનો લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે.”