Exodus 24:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ પર્વતને ઢાંકી રાખ્યો. અને સાતમે દિવસે યહોવાહે વાદળમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલીઓને પર્વતના શિખર પરનું પ્રભુનું ગૌરવ ભસ્મ કરનાર અગ્નિ જેવું લાગ્યું. વાદળે છ દિવસ સુધી પર્વતને ઢાંકી રાખ્યો અને સાતમે દિવસે પ્રભુએ વાદળમાંથી મોશેને બોલાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર થંભ્યું, ને છ દિવસ સુધી મેઘે તેને ઢાંકી રાખ્યો; અને સાતમે દિવસે યહોવાએ મેઘમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ એ પર્વતને ઢાંકી રાખ્યો, અને સાતમે દિવસે યહોવાએ વાદળમાંથી મૂસાને હાંક માંરીને બોલાવ્યો.