Exodus 24:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી મૂસાએ વાસણમાંથી રક્ત લઈને લોકો પર છાંટ્યું અને કહ્યું, "આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાણે યહોવાહે તમારી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ રક્ત છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મોશેએ કટોરામાંથી રક્ત લઈને લોકો પર છાંટતાં કહ્યું, “આ રક્ત તો પ્રભુએ તમને આ સર્વ આજ્ઞાઓ આપીને તમારી સાથે કરેલા કરારની મહોરમુદ્રા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી મૂસાએ રક્ત લીધું, ને લોકો પર છાંટીને કહ્યું, “જુઓ, તમારી સાથે યહોવાએ આ સર્વ વચનો સંબંધી જે કરાર કર્યો છે, તેનું રક્ત આ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મૂસાએ વાસણમાંથી લોહી લઈને લોકો પર છાટયું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાંણે યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ લોહી છે.”