Exodus 25:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી શુદ્ધ સોનાનું એક દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય અને તેની બેઠક, તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલો, તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલાં હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તારે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવવું. તેની બેઠક તથા તેનો દાંડો સોનામાંથી ઘડતરકામ કરી બનાવવાં. તેનાં શોભાનાં ફૂલ, કળીઓ અને પાંખડીઓ તેની સાથે સળંગ જોડાયેલાં હોવાં જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તું ચોખ્ખા સોનાનું દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય, ને તેની બેઠક, તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલો, તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલાં હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વળી, એક શુદ્ધ સોનાની દીવી બનાવજે. તે દીવીની બેસણી અને થાંભલી સોનામાંથી ઘડીને બનાવજે, તેનાં શોભાના ફૂલો, કળીઓ અને પાંદડીઓ, દીવી સાથે જડીને એક કરી દેવાં.