Exodus 26:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને છેક ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખૂણાઓમાં એમ કરવું. બે ખૂણા માટેનાં બે પાટિયાં આ રીતે બનાવજે એટલે બે ખૂણા બની જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખૂણાનાં પાટિયાં નીચેથી ઉપર સુધી સળંગ જોડાયેલાં હોવાં જોઈએ. બન્ને ખૂણા માટે એ રીતે પાટિયાં બનાવવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ નીચે બેવડાં હોય, ને તેમ જ તેઓ ટોચ સુધી એક કડા સુધી સળંગ હોય; એ પ્રમાણે તે બન્નેનું થાય; તેઓ બે ખૂણાને માટે થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને તે ઠેઠ ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખુણાઓમાં એમ કરવું. બે ખૂણા માંટેનાં બે પાટિયાં આ રીતે બનાવવાં એટલે બે ખૂણા બની જશે,