Exodus 27:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રવેશદ્વારને માટે વીસ હાથ લાંબો પડદો બનાવજે, તે પડદો ઝીણા કાંતેલા શણનો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનો, સુંદર ભરતકામવાળો બનાવજે, ચાર કૂંભીઓમાં બેસાડેલા ચાર સ્તંભો પર તેને લટકાવવાનો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો 9 મીટર લાંબો અને વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસાનો તથા ઝીણા કાંતેલા અળસી રેસાનો તથા ભરત ભરેલો હોવો જોઈએ. તે ચાર સ્તંભોમાં લટકાવેલો હોય. આ સ્તંભો ચાર કૂંભીઓમાં ગોઠવેલા હોય. તેની કડીઓ ચાંદીની અને કૂંભીઓ તાંબાની બનાવવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આંગણાના ઝાંપાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો બનેલો વીસ હાથ લાંબો બુટ્ટાદાર પડદો હોય. તેના થાંભલા ચાર, ને તેઓની કૂંભીઓ ચાર હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પ્રવેશદ્વારને માંટે 20 હાથ લાંબો પડદો બનાવવો. તે ઝીંણા કાંતેલા શણનો ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનો, સુંદર ભરતકામવાળો બનાવવો, ચાર કૂંભીઓમાં બેસાડેલા ચાર સ્તંભો પર તેને લટકાવવાનો છે.