Exodus 27:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ પ્રમાણે ચોક ઝીણા કાંતેલા શણના કાપડનો બનશે અને સો હાથ લાંબો અને પચાસ હાથ પહોળો થશે. ચોકને ફરતા પડદાની દીવાલો પાંચ હાથ ઊંચી થશે. પડદાઓ ઝીણા કાંતેલા શણના હોય. તેનાં તળિયાં પિત્તળનાં હોવાં જોઈએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આંગણું 44 મીટર લાંબું, 22 મીટર પહોળું અને 2.2 મીટર ઊંચુ હોવું જોઈએ. તેના પડદા અળસી રેસાના બારીક વસ્ત્રના અને તેની કૂંભીઓ તાંબાની હોય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આંગણું સો હાથ લાંબુ, ને બધેથી પચાસ હાથ પહોળું, ને પાંચ હાથ ઊંચું, ને ઝીણા કાંતેલા શણનું હોય, ને [થાંભલાની] કૂંભીઓ પિત્તળની હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ પ્રમાંણે ચોક ઝીંણા કાંતેલા શણના કાપડનો બનશે. અને 100 હાથ લાંબો અને 50 હાથ પહોળો થશે. ચોકને ફરતા પડદાની દીવાલો 5 હાથ ઊચી થશે. પડદાઓ ઝીંણા કાંતેલા શણના હોય. તેના તળીયા કાંસાના હોવા જોઈએ.