Exodus 27:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પવિત્ર મંડપમાં વપરાતાં તમામ ઓજારો, તંબુના ખીલાઓ અને બીજી વસ્તુઓ પિત્તળની હોવી જોઈએ. ચોકને ફરતા પડદાઓની ખીલીઓ પિત્તળની બનેલી હોવી જોઈએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંડપમાં વપરાતા સર્વ સાધનો તથા મંડપ અને તેના આંગણાના બધા ખીલાઓ તાંબાના બનાવેલા હોવા જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મંડપના બધા કામમાં વાપરવાની સર્વ સામગ્રી પિત્તળની હોય, વળી તેની સઘળી ખીલીઓ તથા આંગણાંની સઘળી ખીલીઓ પિત્તળની હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્ર મંડપમાં વપરાતાં તમાંમ ઓજારો, તંબુના ખીલાઓ અને બીજી વસ્તુઓ કાંસાની હોવી જોઈએ. ચોકને ફરતા પડદાઓની ખીલીઓ કાંસાની બનેલી હોવી જોઈએ.