Exodus 27:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેનાં ભસ્મપાત્રો, પાવડાઓ, તપેલાં ત્રિપાંખી સાધનો તથા સગડીઓ બનાવજે અને તેનાં સઘળાં પાત્રો પિત્તળનાં બનાવજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેદીની રાખ માટે ભસ્મપાત્રો, પાવડીઓ, કટોરા, ચીપિયા અને અંગારપાત્રો બનાવવાં. આ સર્વ સાધનો તાંબાનાં બનાવવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેના ભસ્મપાત્રો તથા પાવડીઓ તથા તપેલાં તથા ત્રિશૂળો તથા સગડીઓ તું બનાવ. તેનાં બધાં પાત્રો તું પિત્તળનાં બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને તેનાં ભસ્મપાત્રો, પાવડાંઓ, તપેલાં તથા પંજેટી તથા સગડીઓ તું બનાવજે, અને તેનાં સધળાં પાત્રો કાંસાનાં બનાવજે.