Exodus 28:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર, અને ઇથામારને અલગ કરીને મારી સેવા માટે યાજકો તરીકે સમર્પિત કરજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તારા ભાઈ આરોન અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામારને તારી પાસે બોલાવ. તેમને યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવવા ઇઝરાયલીઓમાંથી અલગ કર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેના દીકરાઓ નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઇથામારને બોલાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવે મૂસાને કહ્યું, “ઇસ્રાએલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલઆઝાર, અને ઈથામાંરને અલગ કરીને માંરી સેવા કરવા માંટે યાજકો તરીકે સમર્પિત કરજે.