Exodus 28:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રત્યેક પાષાણ પર ઇઝરાયલના બાર પુત્રોમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇઝરાયલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરેક પથ્થર પર યાકોબના એક એક પુત્રનું નામ કોતરજો; જેથી તે ઇઝરાયલનાં બારે કુળો માટે સ્મરણરૂપ બની રહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલના પુત્રોનાં નામ પ્રમાણે, એટલે તેઓનાં નામની સંખ્યા પ્રમાણે, પાષાણો બાર હોય. તેઓ બાર કુળને માટે થાય, એટલે પ્રત્યેક પર મુદ્રા કોતરવાની રીત પ્રમાણે અમુક કુળનું નામ કોતરેલું હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રત્યેક પથ્થર પર ઇસ્રાએલના બારમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇસ્રાએલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.