Exodus 28:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ ચીરાની કિનાર ચામડાના જામાના ગળાની જેમ ફરતેથી ગૂંથીને સીવી લેવી, જેથી તે ફાટી જાય નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માથા પર થઈને ઝભ્ભો પહેરવા ઝભ્ભાનો ઉપરનો ભાગ ખુલ્લો હોવો જોઈએ. એ ભાગ ફાટી ન જાય તે માટે તેને ચામડાના કવચની જેમ ઓટી લીધેલો હોવો જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને માથાને માટે તેની વચમાં ચીરો રહે; અને જાણે કવચનો ચીરો હોય; તેમ તે ચીરાની આસપાસ ગૂંથેલા કામની કોર હોય, એ માટે કે તે ફાટે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ કાણાની કોર ચામડાના ડગલાનાં ગળાની જેમ ફરતેથી ગૂંથીને ઓટી લેવી, જેથી તે ફાટી જાય નહિ.