Exodus 28:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇઝરાયલીઓ જે પવિત્ર અર્પણો આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માથે લઈ લે અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવા પવિત્ર અર્પણથી પ્રસન્ન રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોન તેને પોતાના કપાળ પર પહેરી રાખે. ઇઝરાયલી લોકો દ્વારા ચડાવાતાં સર્વ પવિત્ર અર્પણોના સંબંધમાં કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તેનો દોષ આરોનના માથા પર રહે અને એમ હું તેમનો સ્વીકાર કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે હારુનના કપાળ પર રહે, ને ઇઝરાયલી લોકો તેઓનાં સર્વ પવિત્ર દાન આપવામાં જે પવિત્ર વસ્તુઓ પૂજ્ય કરે, તેઓનો અપરાધ હારુનને માથે આવે; અને તે પત્ર તેના કપાળ પર સદા રહે, એ માટે કે તેઓ યહોવાની આગળ માન્ય થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇસ્રાએલીઓ જે દાન આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માંથે લઈ લે. અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવા એ પવિત્ર દાનથી પ્રસન્ન રહે.