Exodus 28:43 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુન અને તેના પુત્રો જ્યારે પણ મુલાકાતમંડપમાં અથવા પવિત્રસ્થાનમાંની વેદી પાસે જાય, ત્યારે તેઓ હંમેશા અંતઃવસ્ત્ર પહેરે, જેથી તેઓ દોષમાં ન પડે અને તેઓ મૃત્યુ ન પામે. હારુન અને તેના વંશજો માટે આ કાયમી કાનૂન સદાને માટે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોન તથા તેના પુત્રો મુલાકાતમંડપમાં જાય અથવા પવિત્રસ્થાનમાં યજ્ઞકારો તરીકે સેવા કરવા વેદી પાસે આવે ત્યારે તેઓ હમેશાં જાંઘિયા પહેરે; જેથી તેમની નગ્નતા ન દેખાય અને તેઓ માર્યા ન જાય. આરોન તથા તેના વંશજો માટે આ કાયમી નિયમ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હારુન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાતમંડપમાં જાય, અથવા પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય; રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય. તે તેને માટે તથા તેના પછીના તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હારુન અને તેના પુત્રો જ્યારે પણ મુલાકાત મંડપમાં અથવા પવિત્રસ્થાનમાંની વેદી પાસે જાય, ત્યારે તેઓ હંમેશા જાંધિયા પહેરે, જેથી તેઓ દોષમાં ન પડે અને તેઓ મૃત્યુ ન પામે. હારુન અને તેના વંશજો માંટે આ કાયમી કાનૂન સદાને માંટે છે.”