Exodus 28:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કમરબંધ પણ એવી જ બનાવટનો હોય; સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, એ જ વસ્તુઓનો ઉપયોગ કરીને ગૂંથેલો પટ્ટો બનાવવો અને તે એફોદ સાથે એકરૂપ થઈ જાય એ રીતે તેને જોડવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એફોદને બાંધવાને માટે તેની ઉપરનો કારીગરીથી વણેલો પટો એવી જ બનાવટનો હોય, ને તે એની સાથે સળંગ જોડેલો હોય. તે સોનાનો તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા શણનો બને.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“કમરબંધ પણ એવી જ બનાવટનો હોય. સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય.