Exodus 29:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ખોડ વિનાના બે ઘેટાં અને એક વાછરડો લેવો. બેખમીરી રોટલી, તેલથી મોહેલી બેખમીરી ભાખરી અને તેલ ચોપડેલી બેખમીરી રોટલી લેવી. આ બધું ઘઉંના મેંદાનું બનાવવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખમીરનો જરાપણ ઉપયોગ કર્યા વિના કેટલીક ઓલિવ તેલવાળી રોટલી, કેટલીક ભાખરી તથા કેટલાક તેલ ચોપડેલા ખાખરા બનાવવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા બેખમીર રોટલી તથા તેલમાં મોહેલી બેખમીર પોળીઓ તથા તેલ ચોપડેલા બેખમીર પાપડ લે; તે તું ઘઉંના મેંદાનાં બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખોડ વિનાના બે ઘેટાં અને એક જુવાન બળદ લેવો. બેખમીર રોટલી, તેલથી મોહેલી બેખમીર ભાખરી, અને તેલ ચોપડેલી બેખમીર રોટલી લેવી. આ બધું ઘઉના મેદાનું બનાવવું.