Exodus 29:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે ઘેટાંનો વધ કરીને તેનું થોડું રક્ત લઈને હારુન અને તેના પુત્રોના જમણા કાનની બૂટીને, જમણા હાથનાં અંગૂઠાને તથા જમણા પગના અંગૂઠાને લગાડવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘેટાને કાપવો અને તેનું થોડું રક્ત લઈને આરોન તથા તેના પુત્રોના જમણા કાનની ટીશી પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાડવું; બાકીનું રક્ત વેદીની ચોગરદમ રેડી દેવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તું તે ઘેટાને કાપ, ને તેના રક્તમાંથી લઈને હારુનના જમણા કાનની ટોચ પર, તથા તેઓના જમણા પગના અંગૂઠા પર તથા તેઓના જમણા પગના અંગૂઠા પર તું તે રક્ત લગાડ, ને તે રકત વેદીની ચારેબાજુ છાંટ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે ઘેટાનો વધ કરીને તેનું થોડું લોહી લઈને હારુન અને તેના પુત્રોના જમણા કાનની બૂટને, જમણા હાથના અંગૂઠાને તથા જમણા પગના અંગૂઠાને લગાડવું.