Exodus 29:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારબાદ બાકીનું રક્ત વેદીની ચારે બાજુ છાંટી દેવું. વેદી ઉપરના રક્તમાંથી થોડું રક્ત અને અભિષેકનું તેલ લઈ હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો પર અને તેઓનાં વસ્ત્રો પર છાંટવું એટલે તેઓ તથા તેઓનાં વસ્ત્રો યહોવાહને અર્થે પવિત્ર ગણાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેદી પરના રક્તમાંથી તથા અભિષેક કરવાના તેલમાંથી થોડું લઈને આરોન તથા તેનાં વસ્ત્રો પર અને તેના પુત્રો તથા તેમનાં વસ્ત્રો પર છંટકાવ કરવો. એથી આરોન, તેના પુત્રો તથા તેમનાં વસ્ત્રો મારે માટે સમર્પિત થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને વેદી પરના રક્તમાંથી તથા અભિષેકના તેલમાંથી લઈને તું હારુન પર તથા તેના વસ્‍ત્ર પર, ને તેની સાથે તેના દીકરાઓ પર તથા તેઓનાં વસ્‍ત્ર પર તે છાંટ; એમ તે તથા તેઓનાં વસ્‍ત્ર પર તે છાંટ; એમ તે તથા તેઓનાં વસ્‍ત્ર પર તે છાંટ; એમ તે તથા તેનાં વસ્‍ત્ર પવિત્ર થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ બાકીનું લોહી વેદીની ચારે બાજુ છાંટી દેવું, વેદી ઉપરના લોહીમાંથી થોડું લોહી અને અભિષેકનું તેલ લઈ હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો અને તેમનાં વસ્ત્રો પર છાંટવું એટલે આમ તેઓ તથા તેઓનાં વસ્ત્રો યહોવાને અર્થે પવિત્ર ગણાશે.