Exodus 29:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઘેટાંના ચરબીવાળા ભાગ લેવા; તેની પૂંછડી, અંદરના અવયવો પરની ચરબી, કાળજા પરની ચરબી અને ચરબી સાથે જ મૂત્રપિંડો અને જમણી જાંધ લેવી કારણ કે હારુન અને તેના દીકરાઓની દીક્ષા માટેનો આ ઘેટો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“વળી, તારે ઘેટાની ચરબી, પૂંછડી તથા આંતરિક અવયવો પરની ચરબી, કલેજા પરની ચરબી, બન્ને મૂત્રપિંડ તથા તેમના પરની ચરબી અને જમણી જાંઘ કાપી લેવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તું ઘેટાની ચરબી તથા પૂછડી તથા આંતરડાં પરની ચરબી તથા કલેજા પરનું અંતરપડ તથા બે ગુરદા તથા તેમના પરની ચરબી તથા જમણો ખભો લે; કેમ કે તે પ્રતિષ્ઠાનો ઘેટો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પછી ઘેટાંના ચરબીવાળા ભાગ લેવા; તેની પૂંછડી, અંદરના અવયવો પરની ચરબી, કાળજા પરની ચરબી, ચરબી સાથે જ મૂત્રપિંડો અને જમણી જાંધ. કારણ કે હારુન અને તેના દીકરાઓની દીક્ષા માંટેનો આ ઘેટો છે.