Exodus 29:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરરોજ પ્રાયશ્ચિત વિધિ માટે એક વાછરડાનું બલિદાન આપવું. વેદી ઉપર પ્રાયશ્ચિત વિધિ કરવાથી તું એને પાપમુક્ત કરશે. ત્યાર પછી તારે વેદી પર તેલનો અભિષેક કરીને વેદીને પવિત્ર બનાવવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારે તેમનાં પાપની ક્ષમા અર્થે દરરોજ વાછરડાનો બલિ ચડાવવો. તેથી વેદી શુદ્ધ થશે. પછી વેદીનું સમર્પણ કરવા માટે તેનો ઓલિવ તેલ વડે અભિષેક કરવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું દરરોજ પાપાર્થાર્પણનો વાછરડો પ્રાયશ્ચિત માટે ચઢાવ; અને તું વેદીને માટે પ્રાયશ્ચિત કરે ત્યારે તેને તું શુદ્ધ કર; અને તેને પવિત્ર કરવાને માટે તું તેને અભિષિક્ત કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દરરોજ પ્રાયશ્ચિત વિધિ માંટે એક બળદનું બલિદાન આપવું. વેદી ઉપર પ્રાયશ્ચિતવિધિ કરવાથી તું એને પાપમુકત કરશે. ત્યાર પછી તારે વેદી પર તેલનો અભિષેક કરી અને પવિત્ર બનાવવી.