Exodus 3:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને ચરાવવા અરણ્યની પશ્ચિમ દિશામાં ઈશ્વરના પર્વત હોરેબ પર ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશે પોતાના સસરા મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. એક દિવસ તે ઘેટાંને વેરાનપ્રદેશની પશ્ર્વિમ તરફ લઈ ગયો, અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે મૂસા પોતાના સસરાનાં એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. અને તે એ ઘેટાંને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો, ને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે મૂસા પોતાના સસરાના એટલે મિધાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં ચરાવતો અને સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને રણની પશ્ચિમ દિશામાં દેવના પર્વત હોરેબ પર દોરી ગયો.