Exodus 3:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ ઈશ્વરને કહ્યું, "હું ઇઝરાયલ લોકો પાસે જાઉં અને તેઓને કહું કે, 'તમારા પિતૃઓના પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે.' અને તેઓ મને પૂછે કે, 'તેમનું નામ શું છે?' તો હું તેઓને શો જવાબ આપું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ ઈશ્વરને કહ્યું, “હું ઇઝરાયલી લોકો પાસે જઈને તેમને કહું કે, ‘તમારા પૂર્વજોના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે,’ અને તેઓ મને પૂછે કે, ‘તેમનું નામ શું છે,’ તો હું તેમને શું કહું?” ઈશ્વરે મોશેને કહ્યું, “‘હું જે છું તે છું.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ ઈશ્વરને કહ્યું, “જો હું ઇઝરાયલીઓની પાસે જઈને તેઓને કહું ‘તમારા પિતૃઓના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે, અને તેઓ મને પૂછે કે, ‘તેનું નામ શું છે’ તો તેઓને હું શું કહું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ દેવને કહ્યું, “હું ઇસ્રાએલના લોકો પાસે જાઉં અને કહું કે, ‘તમાંરા પિતૃઓના દેવે મને તમાંરી પાસે મોકલ્યો છે.’ અને તેઓ મને પૂછે કે, ‘તેનું નામ શું છે?’ તો માંરે તેમને શો જવાબ આપવો?”