Exodus 3:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને મિસરીઓની નજરમાં ઇઝરાયલી લોકો પર દયા દર્શાવાય તેવું હું કરીશ. તેને પરિણામે જ્યારે તમે મિસરમાંથી બહાર જવા રવાના થશો ત્યારે ખાલી હાથે બહાર નહિ આવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“મારા લોક પર ઇજિપ્તના લોકોની રહેમનજર થાય એમ હું કરીશ. તેથી તમારે ત્યાંથી ખાલી હાથે નીકળવાનું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હું મિસરીઓની દષ્ટિમાં આ લોકોને કૃપા પમાડીશ; અને એમ થશે કે જ્યારે તમારું નીકળવું થશે, ત્યારે તમે ખાલી હાથે જશો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલી લોકો પર મિસરના લોકોને દયા થાય તેમ હું કરીશ, પરિણામે જ્યારે તમે નીકળશો, ત્યારે ખાલી હાથે નહિ નીકળો.