Exodus 3:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ દરેક સ્ત્રી પોતાની મિસરી પડોશણ પાસેથી અને પોતાના ઘરમાં રહેનારી મિસરી સ્ત્રી પાસેથી સોનાચાંદીનાં ઘરેણાં અને સુંદર કિંમતી વસ્ત્રો માગી લેશે અને તમે પોતાના દીકરાદીકરીઓને તે પહેરાવશો. આમ તમે મિસરીઓનું ધન લૂંટી લેશો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રત્યેક ઇઝરાયલી સ્ત્રીએ પોતાની પડોશણ કે તેના ઘરમાં રહેતી સ્ત્રી પાસેથી સોનાચાંદીના દાગીના અને વસ્ત્રો માગી લેવાં અને તમારે તે તમારાં છોકરાંને પહેરાવવાં. એ રીતે તમે ઇજિપ્તીઓને લૂંટી શકશો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ પ્રત્યેક સ્‍ત્રી તેની પડોશણ પાસેથી, તથા તેના ઘરમાં રહેનારી પાસેથી રૂપાનાં આભૂષણ તથા સોનાના આભૂષણ તથા વસ્‍ત્રો માગી લેશે. અને તે તમે તમારાં પુત્ર પુત્રીઓને પહેરાવશો. અને તમે મિસરીઓને લૂંટી લેશો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પણ દરેક સ્ત્રી તેની મિસરી પડોશણ પાસેથી અને તેના ઘરમાં રહેનારી મિસરી સ્ત્રી પાસેથી સોનારૂપાનાં દાગીનાં અને સુંદર કિમતી વસ્ત્રો માંગી લેશે, અને તે તમે તમાંરાં પુત્રપુત્રીઓને પહેરવા આપશો; આમ તમે મિસરીઓનું ધન લૂંટી શકશો.”