Exodus 30:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માણસોના શરીરે ન લગાડાય અને તેના જેવું બીજું તેલ તમારે બનાવવું નહિ, કેમ કે એ પવિત્ર તેલ છે અને તમારે માટે એ પવિત્ર ગણાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ તેલ સામાન્ય માણસો પર રેડવામાં આવે નહિ અને કોઈપણ અન્ય મિશ્રણ બનાવવા માટે મેળવણીના આ પ્રમાણનો ઉપયોગ કરવો નહિ. તે પવિત્ર છે અને તારે તેને પવિત્ર તેલ તરીકે જ વાપરવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માનવના દેહ પર ન રેડાય, ને તેના જેવી મેળવણીનું તમે કંઈ બનાવશો નહિ; તે પવિત્ર છે, ને તે તમારે માટે પવિત્ર ગણાશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સામાંન્ય માંણસોને શરીરે એ ન લગાડવું. અને એ નુસખા પ્રમાંણે બીજું તેલ બનાવવું નહિ એ પવિત્ર છે અને તમાંરે એને પવિત્ર ગણીને ચાલવાનું છે.