Exodus 32:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી મૂસા પાછો ફરીને પર્વત પરથી નીચે ઊતર્યો અને બે શિલાપાટી તેના હાથમાં હતી. તે પાટીઓની બન્ને બાજુએ, એટલે આગળ પાછળ એમ બન્ને બાજુએ દશ આજ્ઞાઓ લખેલી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશે પર્વત પરથી નીચે ઊતરી આવ્યો. તેના હાથમાં સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ હતી. તે પાટીઓની બન્ને બાજુએ આજ્ઞાઓ લખેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસા પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને બે કરારપાટી તેના હાથમાં હતી. તે પાટીઓની બન્ને બાજુએ લેખ લખેલો હતો; એક બાજુએ તથા બીજી બાજુએ તે લખેલો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મૂસા પાછો ફરીને કરારની બંને તકતીઓ હાથમાં લઈને પર્વત પરથી નીચે ઊતર્યો. તકતીઓની બંને બાજુએ દશ આજ્ઞાઓ લખેલી હતી.