Exodus 32:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ લોકોએ મને કહ્યું, 'અમને દોરવણી આપવા માટે દેવ બનાવી આપ. કારણ કે અમને મિસર દેશમાંથી બહાર લાવનાર મૂસાનું શું થયું તે અમે જાણતા નથી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મને કહ્યું, ‘અમને ઇજિપ્તમાંથી છોડાવી લાવનાર એ માણસ મોશેનું શું થયું તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરી જનાર દેવ બનાવ.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેઓએ મને કહ્યું, અમારે માટે અમારી આગળ ચાલનાર દેવ બનાવ; કેમ કે આ જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો, તે મૂસાનું શૂં થયું તે અમે જાણતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ લોકોએ મને કહ્યું, ‘અમને દોરવણી આપવા માંટે દેવો બનાવી આપો, કારણ કે અમને મિસર દેશમાંથી બહાર લાવનાર મૂસાનું શું થયું એની અમને ખબર પડતી નથી.’