Exodus 32:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે મેં તેઓને કહ્યું, 'તમારામાંથી જેમની પાસે સોનાનાં ઘરેણાં હોય તે ઉતારી નાખો. તેઓએ મને સોનાનાં ઘરેણાં આપ્યા અને મેં તે અગ્નિમાં નાખ્યાં એટલે તેમાંથી આ વાછરડું નીકળી આવ્યું.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મેં તેમને સોનાનાં ઘરેણાં લાવવા કહ્યું. જેમની પાસે ઘરેણાં હતાં તે લાવ્યા. મેં તે અગ્નિમાં નાખ્યાં એટલે તેમાંથી આ વાછરડો નીકળી આવ્યો!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મેં તેઓને કહ્યું, જેની પાસે કંઈ સોનું હોય તે તે ભાંગી નાખે; અને તેઓએ તે મને આપ્યું. અને મેં તે અગ્નિમાં નાખ્યું, એટલે તેમાંથી આ વાછરડું નીકળી આવ્યું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે મેં તેમને કહ્યું, ‘તમાંરામાંથી જેમની પાસે સોનાનાં ઘરેણાં હોય તે ઉતારી નાખો.’ તેમણે મને આપ્યાં અને મેં તે અગ્નિમાં નાખ્યાં અને આ વાછરડું બહાર નીકળી આવ્યું.”