Exodus 32:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેઓને કહ્યું, "ઇઝરાયલનો ઈશ્વર યહોવા એમ કહે છે: 'તમે બધા પોતપોતાની તરવાર લઈને સજ્જ થઈ જાઓ, છાવણીમાં બધે ફરી વળો અને તમારા ભાઈઓ, મિત્રો અને પડોશીઓને મારી નાખો.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તમને આજ્ઞા કરે છે કે તમે પ્રત્યેક તમારી તલવાર લઈને આ પ્રવેશદ્વારથી બીજા પ્રવેશદ્વાર સુધી આખી છાવણીમાં ફરી વળીને પોતાના ભાઈઓને, મિત્રોને તથા પડોશીઓને મારી નાખો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલનો ઈશ્વર યહોવા એમ કહે છે, પ્રત્યેક માણસ પોતાની કમરે તરવાર બાંધે, ને છાવણીમાં ભાગળે ભાગળે ફરે, ને પ્રત્યેક માણસ પોતાના ભાઈને તથા પ્રત્યેક માણસ પોતાના પડોશીને મારી નાખે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે તેઓને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞા છે: ‘તમે બધા પોતપોતાની તરવાર લઈને સજજ થઈ જાઓ, છાવણીમાં બધે ફરી વળો, અને તમાંરા ભાઈઓ, મિત્રો અને પડોશીઓને માંરી નાખો.’”