Exodus 32:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને વાછરડાની એક મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠ્યા, "હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોને તે વાળીઓ લઈને પીગાળી નાખી અને ધાતુના બીબામાં ઢાળીને તેમાંથી સોનાનો વાછરડો બનાવ્યો. ત્યારે લોકોએ કહ્યું, “હે ઇઝરાયલ, આપણને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર ઈશ્વર આ છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેઓના હાથમાંથી તે લીધું, ને કોતરણીથી ઘાટ બનાવીને તેનું ઢાળેલું વાછરડું બનાવ્યું; અને તેઓએ કહ્યું, “હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને એક વાછરડાંની મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠયા, “ઇસ્રાએલીઓ! આ રહ્યા તમાંરા દેવ, જે તમને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા હતા.”