Exodus 32:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તેઓને જે માર્ગે ચાલવાની આજ્ઞા કરી હતી તેનાથી આટલા વહેલા તેઓ ફરી ગયા છે. તેઓએ પોતાના માટે વાછરડાની એક મૂર્તિ બનાવી છે, તેની પૂજા કરી છે અને તેને અર્પણ ચઢાવ્યા. તેઓએ કહ્યું, 'હે ઇઝરાયલ, તને મિસરમાંથી બહાર લઈ આવનાર દેવ તે આ છે.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યાં છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે માર્ગ મેં તેઓને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ વહેલા ભટકી ગયા છે. તેઓએ પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવ્યું છે, ને તેની પૂજા કરી છે, ને તેને અર્પણ ચઢાવ્યું છે, ને કહ્યું છે, ‘હે ઇઝરાયલ, તને મિસર દેશમાંથી કાઢી લાવનાર દેવ તે આ છે.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તેમને જે માંર્ગે ચાલવાની આજ્ઞા કરી હતી તેનાથી આટલા વહેલા તેઓ ફરી ગયા છે. તેમણે પોતાના માંટે એક વાછરડાની મૂર્તિ બનાવી છે અને તેને પગે લાગીને તેને ભોગ ધરાવીને એમ બોલ્યા છે કે, ‘હે ઇસ્રાએલના પુત્રો, આ રહ્યા તમાંરા દેવ, જે તમને લોકોને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.’”