Exodus 33:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે કહ્યું, "હું મારી સંપૂર્ણ ભલાઈ તારા મુખ આગળથી પસાર કરીશ અને તારી સમક્ષ મારું નામ 'યહોવા' તરીકે જાહેર કરીશ. હું જેના પર કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ અને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ તેને કહ્યું, “હું તને મારા ગૌરવનું દર્શન કરાવીશ અને તારી સમક્ષ મારું પવિત્ર નામ જાહેર કરીશ. હું પ્રભુ છું, અને જેમને હું પસંદ કરું છું તેમને મારી કૃપા તથા દયા દર્શાવું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ કહ્યું, “હું મારી સઘળી ભલાઈનું દર્શન તને કરાવીશ, ને હું તારી આગળ યહોવાનું નામ પ્રગટ કરીશ, અને જેના પર હું કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ, ને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ કહ્યું, “હું માંરી સંપૂર્ણ ભલમનસાઈ તને દેખાડીશ, અને તારી સમક્ષ માંરું નામ ‘યહોવા દેવ’ તરીકે જાહેર કરીશ. હું જેને પસંદ કરીશ એ લોકો પર દયા અને કરુણા વરસાવીશ.”